0
નવા વર્ષે પહેલી વાર નવા મતદાતા તરીકેની ઓળખ મેળવનાર મતદારને હવે તેનું ચૂંટણીકાર્ડ દ્યેરબેઠાં મળી જશે. પોસ્‍ટ વિભાગ સાથે ચૂંટણીપંચે ટાઈઅપ કરી લેતાં પોસ્‍ટથી પીવીસીનાં કલરફૂલ વોટર આઈડી મતદાતાને મળી જશે, જોકે આ કામગીરી હાલમાં ચાલુ હોઈ 15 જાન્‍યુઆરી સુધી તેની રાહ જોવી પડશે, એટલું જ નહીં ચૂંટણીકાર્ડ મેળવવાની-સુધારો કરવાની, નવું મેળવવાની અરજી કરવાની તમામ સેવાઓ 15 જાન્‍યુઆરી સુધી મુલતવી રહેશે. ચૂંટણીમાં મતદાન ઓળખકાર્ડ કાઢી આપવાની દરેક જિલ્લામાં ચાલતી કામગીરીને હાલમાં 15 દિવસનો સમય લાગશે.

જે મતદારો પહેલી વાર ચૂંટણીકાર્ડ મેળવી રહ્યા છે, જેઓ પુખ્‍ત ઉંમરના થયા પછીનું પહેલું મતદાન કરવા લાયક બન્‍યા છે તેમને ઘેરબેઠાં જ નવું પ્‍લાસ્‍ટિક વોટર કાર્ડ મળશે. તેની કિંમત નિઃશુલ્‍ક હશે. જયારે જે મતદાતાઓ હાલમાં ચૂંટણી વોટરકાર્ડ ધરાવે છે તેઓને જો પ્‍લાસ્‍ટિકનું કલરફૂલ વોટર આઈડી જોઈતું હશે તો તેમણે રૂ.30નું મૂલ્‍ય ચૂકવવું પડશે. તેઓ દરેક ફોર્મની એન્‍ટ્રી કરીને અધિકારી પાસે ચેક કરાવશે અને લીલી ઝંડી મળ્‍યા બાદ જ કોઈ ભૂલ વગરનું કાર્ડ કાઢશે.

કારણ કે હવે પછી તમામ નવા મતદારોને ડિઝાઈનવાળું બ્‍લૂ રંગનું પીવીસીનું કલરફૂલ વોટરકાર્ડ મળશે. તેની કામગીરી જે કંપનીને સોંપવામાં આવી છે તેના સેટઅપ અંગેની કામગીરી શરૂ કરી ચૂકી છે. આ અંગેનું તમામ ટેકનિકલ સેટઅપ પૂર્ણ થયા બાદ 15 જાન્‍યુઆરી પછી નવાં કાર્ડ ઈસ્‍યૂ કરવાની કામગીરી હાથ ધરાશે.
by sandesh.com

Post a Comment Blogger

 
Top