0
આઇબોલે તેનો 'સ્લાઇડ કડલ 4G' ફોન લોન્ચ કરી દીધો છે. આ ફોનની કિંમત 9,999 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોનની ખાસિયત એ છે કે તે 4જી સીમ સપોર્ટ કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ ટેબ 21 ભાષાઓને સપોર્ટ કરે છે. જેમાં હિન્દી, બંલી, બોડો, અસમિયા, ગુજરાતી, કન્નડ, કશ્મીરી, કોંકણી, મૈથિલી, મણિપુરી, મલયાલમ, નેપાળી, મરાઠી, ઉડિયા, સંસ્કૃત, પંજાબી, સિંધી, સંથાલી, તેલુગુ અને તામિલ ભાષાઓનો સમાવેશ થાય છે.

સ્લાઇડ કડલ 4જીમાં એક રેગ્યુલર સિમ કાર્ડ અને એક માઇક્રો સિમ કાર્ડનો ઉપયોગ તમે કરી શકો છો. ટેબમાં 6.95 ઇંચની ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુએશન 1024*600 ફિક્સલ છે. આ ફોનમાં 1GHzનું ક્વાર્ડ-કોર પ્રોસેસર છે. 2 જીબી રેમ અને 16 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે.

માઇક્રોએસડી કાર્ડની મદદથી 64 જીબી સુધી તમે વધારી શકો છો. આ એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ પર રન કરે છે. 8 મેગાપિક્સલ ઓટોફોક્સ છે જેની સાથે એલઇડી ફ્લેશ પણ આપવામાં આવી છે જ્યારે ફ્રન્ટ કેમેરા 5 મેગાપિક્સલ છે. 

Post a Comment Blogger

 
Top