0
આજકાલ સેલ્ફી લેવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. સારી જગ્યા મળી નથી અને લોકો સેલ્ફી લેવા નીકળી પડે છે. પરંતુ સેલ્ફી લેવા માટે સૌથી મોટી મુશ્કેલી કેમેરાને ટચ કરવામાં થાય છે. ક્યારેક સરખી રીતે ટચ ન થાય તોપણ તમારી સેલ્ફી બગડી જતી હોય છે. પરંતુ હવે તમે ટચ કર્યા વગર પણ તમારા સ્માર્ટફોનથી સેલ્ફી લઈ શકો છો.

સ્માર્ટફોનમાં સરખી રીતે સેલ્ફી લેવા માટે વારંવાર કેમેરાના સેટિંગમાં જવું પડે છે. એના પછી પણ જો ફોટો સારો ન આવે તો આખી પ્રક્રિયા ફરીથી દોહરાવી પડે છે. ઘણી વખત તો એક સાથે ફોટો લેવા માટે કેમેરાને ટાઈમર અને ક્યારેક સ્લેફી સ્ટિકનો પણ ઉપયોગ કરવો પડે છે.

પરંતુ હવે તમે સ્માર્ટફોનને ટચ કર્યા વગર પણ ફોટો ખેંચી શકો છો. એના માટે તમારી પાસે એન્ડ્રોઈડ સ્માર્ટફોન હોવો જોઈએ અને કિટકેટ 4.1 અથવા તેના ઉપરના વર્ઝનવાળા ઓપરેટિંગ સિસ્ટમ હોવી જોઈએ. જો તમારી પાસે આવા સ્માર્ટફોન હોય તો જલ્દીથી ગૂગલ પ્લેથી ‘સ્નાપી એપ’ ડાઉનલોડ કરી લો.

‘સ્નાપી એપ’ને ઈન્સ્ટોલ કર્યા પછી તમારા ફોનના સેટિંગમાં જઈને ટાઈમર અને ક્લિક થવાનો અવાજ કેટલો રાખવો તે તમારી રીતે નક્કી કરી સેટ કરી લો. ટચ સાથે કામ કરવા માટે શટર પણ સેટ કરી શકો છો. આવું કર્યા પછી તમારી એક સ્લેફી લઈને ચેક કરી લો. એના પછી સ્માર્ટફોનના કેમેરાને તમારી સામે રાખો. જેના પછી તમારું ટાઈમર ઓન થઈ જશે અને ફરીથી તમારો કેમેરો અમુક સેકેન્ડમાં શાનદાર ફોટો ખેંચી લેશે.
by sandesh.com

Post a Comment Blogger

 
Top