0
લાંબા સમયથી માર્કેટમાં ચર્ચા જગાવનાર સેમસંગના ફોલ્ડેબલ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોન પ્લાસ્ટિક ફોલ્ડેબલ ડિવાઇસને ટૂંક સમયમાં લોન્ચ કરશે. જોકે, કંપનીએ પહેલેથી કહ્યું હતું કે અમે 2016માં ફંક્શનલ ફોલ્ડેબલ ડિવાઇસ લાવવાની વાત કરી હતી.

સેમસંગના સમાચાર માટે વિશ્વાસપાત્ર માનવામાં આવતા સેમમોબાઇલ બ્લોગે આ ફોન વિશે માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર આ ડિસ્પ્લે અત્યારે ચીનમાં ટેસ્ટિંગમાં છે અને તેને પ્રોજેક્ટ વેલી કૉડનેમથી બનાવવામાં આવી રહી છે.

રિપોર્ટ્સ અનુસાર કંપની ફોનને બે હાર્ડવેર કન્ફીગરેશનમાં ટેસ્ટ કરી રહી છે. આમાંથી એકમાં સ્નેપડ્રેગન 620 પ્રોસેસર હશે અને બીજામાં સ્નેપડ્રેગન 820 પ્રોસેસર હશે. આ ડિવાઇસમાં 3GB રેમ હશે અને માઇક્રો એસડી કાર્ડ, આ ઉપરાંત ફોનમાં નૉન રિમૂવેબલ બેટરી આપવામાં આવશે. હાલ આ સ્માર્ટફોનનું પ્રોસેસરને સેમસંગના ફોલ્ડેબલ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોનમાં ટેસ્ટ કરવામાં આવશે. અને આ જ પ્રોસેસરને સેમસંગના નેક્સ્ટ જનરેશન ફ્લેગશિપ ડિવાઈસ ગેલેક્સી S7માં લગાવવામાં આવશે.

સેમસંગે પોતાની બેન્ડેબલ (વાળી શકાય એવી) સ્ક્રીન વિશે બે વર્ષ પહેલા જાહેરાત કરી હતી. વિખ્યાત કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક શો-2013 (CES 2013)માં કંપનીના એક્ઝિક્યુટિવે પોતાની ફ્લેક્સિબલ OLED ડિસ્પ્લે સ્ક્રિન રજૂ કરી હતી. આ સ્ક્રિનમાં હાઈ રિઝોલ્યુશન પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્લાસ્ટિકને લીધે ડિસ્પ્લે એક્સટ્રીમ એન્ગલ સુધી બેન્ડ કરી શકાય છે.
by sandesh.com

Post a Comment Blogger

 
Top