0
અત્યાર સુધી તમારું વોટ્સએપ સંપૂર્ણ રીતે સુરક્ષિત હતું અને તમે એકદમ આરામથી તેમાં પ્રાઇવેટ ચેટિંગ કરતા હતા પરંતુ હવે તમારી પ્રાઇવસી કોઇ પણ વ્યક્તિ જોઇ શકે છે. હવે ફેસબુક અને ફોન એસએમએસની જેમ વોટ્સએપ પણ ખાનગી નહી પરંતુ પબ્લિક પ્લેટફોર્મ બની શકે છે કારણ કે હવે કંપનીઓ આનો ઉપયોગ એક બિઝનેસ કરવા માટે વિચારી રહી છે. આ કારણોસર તમને જાહેરખબરના અનેક પ્રકારના મેસેજ તમારા મોબાઇલ પર આવી શકે છે જે તમને તમારી લાઇફમાં અનેક પ્રકારની ખલેલ પણ પહોંચાડી શકે છે.

છેલ્લા ઘણા સમયથી એવા સમાચારો મળી રહ્યા છે કે, વોટ્સએપ પોતાના વ્યાપારને વધારવા માટે બિઝનેસ ટુ કન્ઝ્યુમર પ્લેટફોર્મના રૂપમાં ઉપયોગ કરી શકે છે. આ વિશે તમને જણાવી દઇએ કે વોટ્સએપ અત્યાર સુધી એડ ફ્રી તેમજ એકદમ પ્રાઇવેટ હતું જેના પર અત્યાર સુધીમાં માત્રને માત્ર તમારા પર્સનલ મેસેજ જ આવતા હતા પરંતુ જો હવે વોટ્સએપને વ્યાપારના ઉદેશ્યથી ઉપયોગમાં લેવામાં આવશે તો તમારા મોબાઇલ પર જેવી રીતે કંપનીનાં એસએમએસ આવે છે તેવી જ રીતે વોટ્સએપ પર પણ આવા પ્રકારના મેસેજ આવતા થઇ જશે જે તમારા માટે એક માથાના દુખાવા સમાન બની રહેશે.

ફેસબુક ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર ડેવિડ વહેનરના જણાવ્યા અનુસાર આ યોજનાનો ખુલાસો બેસ્ટનની એક ટેક કોન્ફરન્સમાં કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર વોટ્સએપમાં કેટલાક નવા ફીચર્સ પણ ઉમેરાશે જેનું ફેસબુક મેસેન્જર સાથે ટેસ્ટિંગ થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ફેસબુક મેસેન્જર પર વીડિયો કોલિંગ આવ્યા પછી વોટ્સએપમાં પણ વીડિયો કોલિંગ ખૂબ જ જલ્દીથી લોન્ચ થઇ શકે છે.
by sandesh.com

Post a Comment Blogger

 
Top