0
દૂરદર્શન ટૂંક સમયમાં વિશ્વની અતિ આધુનિક પ્રસારણ ટેકનીક ડીવીટી-2નો ઉપયોગ કરનાર છે. આ ટેકનીકના ઉપયોગ પછી  600થી વધુ ફ્રી ચેનલ્‍સ દૂરદર્શન ચેનલ્‍સની જેમ જ ટીવી પર વિનામૂલ્‍યે પહોંચશે. નવી ટેકનીકથી પેઇડ ચેનલ્‍સ પણ જોઇ શકાશે. તેના માટે મહિને  કોઇ ફી ચુકવવી પડશે નહીં. દૂરદર્શને  નવા ટ્રાન્‍સમીટર્સ દેશભરમાં ગોઠવવાની શરૂઆત કરી છે અને તે માર્ચથી શરૂ થઈ જશે

 ટેકનીક વિશે જાણોઃ  ટીવી ચેનલ્‍સ બતાવવા માટે દેશમાં બે પ્રકારની વ્‍યવસ્‍થા છે. પ્રથમ સેટેલાઇટની મદદથી ચેનલ્‍સ બતાવવાની પદ્ધતિ. હાલમાં આ પદ્ધતિ મારફત વિવિધ ચેનલો બતાવવામાં આવે છે. બીજી પદ્ધતિમાં ટ્રાન્‍સમીટરની મદદથી પ્રસારણ કરાય છે. આ પ્રકારના ટ્રાન્‍સમીટરના પ્રસારણના અધિકાર માત્ર દૂરદર્શનને છે. ડીવીટી -૨ (ડિજિટલ વીડિયો બ્રોડકાસ્‍ટ - ટેરેસ્‍ટ્રીયલ) ટેકનીક હેઠળ દૂરદર્શન પોતાની ચેનલોને ડિજિટલ બનાવવા જઇ રહ્યું છે. તે પછી દૂરદર્શન એક ચેનલને બદલે દશ ચેનલ દર્શાવવાની ક્ષમતા ધરાવતું થઇ જશે. હાલમાં આ  ટેકનીકનો ઉપયોગ માત્ર બ્રિટન અને યુરોપના  દેશોમાં થઇ રહ્યો છે. આ ટેકનીકને લીધે  સેટેલાઇટ પરનો બોજ ઘટે છે.

 એન્ટેના જરૂરીઃ   દૂરદર્શનતરફથી પ્રસારીત તમામ ચેનલ્‍સ ડીવીટી - ૨ સુવિધા ધરાવતા ટીવીમાં સાધારણ એન્‍ટના લગાવીને જોઇ શકાશે. જૂના ટીવીમાં માત્ર એક ડોંગલની મદદથી વિવિધ ચેનલો જોઈ શકાશે.

લેપટોપ પર પણ જોઈ શકાશેઃ મોબાઇલ, લેપટોપ , ટેબલેટ વગેરે પર પણ તમામ ફ્રી ચેનલ્‍સનો આનંદ લઇ શકાશે. આ  માટે દૂરદર્શન વિશેષ ડીવીટી - લાઇટ ટેકનીકનો ઉપયોગ કરી રહ્યું છે. આ પદ્ધતિમાં  ડિજિટલ સિગ્નલ્‍સ સરળતાથી ટ્રાન્સમિટ થાય છે..
http://sandesh.com

Post a Comment Blogger

 
Top