0
આજકાલ મોબાઈલ અને તેની એસેસરીમાં રોજ નવી ટેકનોલોજી આવતી રહે છે. હવે, મોબાઈલના યૂઝરને વધારે સગવડ આપતા નવા મોબાઈલ કવર માર્કેટમાં આવશે. જેમા તમે કવરને ખોલ્યા વગર ફોન કોલ રિસીવ કરી શકો છો.

આ અનોખા ફોન કવરને એલજી કંપનીએ બહાર પાડ્યું છે. કવરની ખાસિયત છે કે તેને ખોલ્યા વગર એક ટચથી ફોનને રિસીવ કરી શક્શો. કંપનીએ આ કવરનું નામ 'ક્વિક કેસ' રાખ્યું છે. આ કવરને એલજીના ખાસ નેક્સટ જનરેશન સ્માર્ટફોન માટે કરવામાં તૈયાર આવ્યું છે.

એલજીના આ ખાસ ક્વિક કવરમાં સ્પેશ્યલ ફિચર્સ આપવામાં આવ્યા છે.  આ કે10 ક્વિક કવર વ્યૂમાં ટચ ફંક્શન આપેલું છે.   આ ફંક્શન વડે યૂઝર ફોન કોલ રિસીવ કરી શકે છે સાથે જ તેમા અલાર્મ સેટીંગ પણ કંટ્રોલ કરી શકે છે. કંપનીએ આ કવરને 'સેકન્ડ સ્ક્રીન' નામ આપ્યું છે. આ કવર એલજી જી5 સ્માર્ટફોન સાથે આપવામાં આવશે. ફોન કવરમાં હોવા છતા તમે તારીખ, ટાઈમ, અને નોટીફિકેશન ચેક કરી શક્શો. 
by sandesh.com

Post a Comment Blogger

 
Top