0
વોટ્સએપમાં અનેક પ્રકારના બદલાવો થતા રહેતા હોય છે ત્યારે હાલમાં એક એવી જાહેરાત કરવામાં આવી છે કે વોટ્સએપ વાપરનાર યૂઝર્સોની વધતી માંગને પગલે તેના નવા અપડેટ વર્ઝનમાં નવા શાનદાર ઈમોજીસ એડ કરવામાં આવ્યા છે. જેની મદદથી યુઝર્સ પોતાની ફિલિગ્સને સરળતાથી એક્સપ્રેસ કરી શકે. આ ફીચરવાળુ વર્ઝન ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે.
વોટ્સએપે પોતાના નવા વર્ઝનમાં એડ કરેલા EMOJISમાં યુઝર્સને સ્પાઇડર, પોપકોર્ન બોક્સ, શેમ્પેનની બોટલ, રેસિંગ કાર, મેડલ્સ, બોલીવુડ વગેરે સામેલ કરેલ છે, સાથે ડિટેક્ટિવ ઇમોજીસ પણ છે. નવા અપડેટમાં ત્રણ નવી ઇમોજીસ ટેબ પણ જોડાઇ છે તેમાં સ્પોર્ટ્સ, ફ્લેગ, બલ્બ અને બેવરેજ સામેલ છે. અત્યાર સુધી આમાં પાંચ ટેબ જ હતા. આ ટેબમાં અલગ-અલગ ટાઇપના ઇમોજીસ હોય છે.
જો કે વોટ્સએપની આ સેવા હાલ ગુગલ પ્લે ઇન્ડિયા ઉપલબ્ધ નથી પરંતુ આશા છે કે, શરૂઆતના મહિનાઓમાં જ આ ઇમોજીસ ભારતમાં લોન્ચ થઇ જશે. રિપોર્ટ અનુસાર ભારતમાં વોટ્સએપના અપડેટ વર્ઝનમાં ચેટ હિસ્ટ્રી અને મીડિયા બેકઅપ રિસ્ટોરનું ઓપ્શન આવશે.
by sandesh.com/

Post a Comment Blogger

 
Top