0
મોબાઈલ ક્ષેત્રની દિગ્ગજ કંપની પોતાના સ્માર્ટફોન આઈફોન 5એસની કિંમતમાં 50 ટકાની કપાત કરી શકે છે. ભાવમાં કપાત બાદ આ સ્માર્ટફોન ભારતમાં માત્ર 12,000 રૂપિયામાં ઉપલબ્ધ થાશે. એપલે પોતાના એક વધુ નવા સ્માર્ટફોન આઈફોન એસઈ બજારમાં ઉતારવાની તૈયારી દર્શાવી છે. આઈફોન એસઈ 22 માર્ચથી બજારમાં ઉપલબ્ધ થાશે.

4 ઈંચ લંબાઈ વાળા આઈફોન 5એસની કિંમતમાં ધણી વાર કપાત જોવા મળી છે અને હવે તે અમેરિકામાં 450 ડોલરમાં ઉપલબ્ધ છે. મીડિયા રિપોર્ટનું માનો તો આઈફોન એસઈના લોન્ચ થયા બાદ આઈફોન 5એસની કિંમતમાં 50 ટકાની છુટ મળી શકે છે.

જો કે હજુ નક્કી નથી કરવામાં આવ્યું કે ભાવમાં આ કપાતની અસર ભારતમાં પણ થશે કે નહિં. પહેલાથી જ આ સ્માર્ટફોનની કિંમત ભારતમાં માત્ર 21,000 રૂપિયા છે. પરંતુ ભાવમાં કપાતની અસર ભારતમાં જોવા મળશે તો આ ફોન માત્ર 12,000 રૂપિયામાં ઉપલબ્ધ થાશે.
by sandesh.com

Post a Comment Blogger

 
Top