0
એપલે પોતાના બહુચર્ચિત સ્માર્ટફોન આઈફોન SE સાથે આઈપેડ પ્રો ટેબ અને એપલ વૉચ પણ લોન્ચ કરી છે. આઈપેડ પ્રો માટે બુકિંગ 24 માર્ચથી 31 માર્ચ સુધી ચાલશે. કંપનીએ તેના ત્રણ મોડલ લોન્ચ કર્યા છે. આઈપેડ પ્રોની સૌથી ખાસ વાત એ છે કે તેની ડિસ્પલે સ્ક્રીન તાપમાન અનુસાર કલર બદલે છે.

આઈપેડ પ્રોમાં ટ્રૂ ટોન નામની નવી ડિસ્પલે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ડિસ્પલે સ્ક્રીનનો કલર તાપમાનની વધઘટ સાથે બદલાય છે. આઈપેડ પ્રોમાં આઈપેડ 2ની સરખામણીમાં 40 ટકા ઓછી રિફ્લેક્ટિવ ડિસ્પલે છે. તેમાં ચાર સ્પીકર આપવામાં આવ્યા છે. ટેબમાં એ9એક્સ પ્રોસેસર તથા સ્માર્ટ કીબોર્ડ એસેસરીઝ પણ છે. તેની ડિસ્પલેની સાઈઝ 9.7 ઈંચ છે. આ ટેબમાં 12 મેગાપિક્સલનો કેમેરા છે જે લાઈવ ફોટોગ્રાફીને પણ સપોર્ટ કરે છે.

એપલ આઈપેડ પ્રોને સ્ટોરેજ કેપેસીટી અનુસાર ત્રણ મોડલોમાં રજૂ કરવામાં આવ્યા છે. તેના 32 જીબી મોડલની કિંમત 35,532 રૂ. છે, જ્યારે 128 જીબી મોડલની કિંમત 49839 રૂ. રાખવામાં આવી છે. અને 156 જીબી મોડલની કિંમત 59819 રૂ. નક્કી કરાઈ છે.

Post a Comment Blogger

 
Top