0
વોટ્સએપના એડ્રોઈડ વર્ઝનમાં ફરી એકવાર ફીચર અપડેટ કરવામાં આવ્યાં છે. જેના કારણે કેમેરા ફિચર્સમાં ખાસ ફેરફાર જોવા મળશે. આ અંગે મળેલા રિપોર્ટ મુજબ નવા અપડેટથી કેમેરાના ઉપયોગની રીત અને આઈકોન બદલાઈ જશે. હાલમાં વોટ્સએપનું નવું અપડેટ 2.16.4 અને 2.16.5 ગૂગલ પ્લે સ્ટોર પર રેગ્યુલર યૂઝર માટે ઉપલબ્ધ નથી.

જાણકારી મુજબ હવે કેમેરાના આઈકોનમાં મોટા બ્લ્યૂ કલરની જગ્યાએ સફેદ કલરનું બટન જોવા મળશે. સાથે જ નવા આઈકોનમાં ફ્લેશ અને કેમેરા બટન પણ  જોવા મળશે. વીડિયો રેકોર્ડ કરવા માટે યૂઝરે સફેદ કલરનું શટર બટન દબાવવું પડશે. જે વીડિયો રેકોર્ડિંગ શરૂ થતા જ લાલ કલરનું થઈ જશે.

ફોટો અને વીડિયો શેરીંગમાં પણ થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં મોટા સેન્ડ અને કેન્સલ બટનના સ્થાને નાનું સેન્ડ બટન રાખવામાં આવ્યું છે. આવું જ એક બટન ચેટ વિન્ડોમાં પણ દેખાશે. કેપ્શન બોક્સને પણ કાઢી નાખવામાં આવ્યું છે જેથી યૂઝર હવે આખો ફોટો જોઈ શકશે.

Post a Comment Blogger

 
Top