- સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના યૂઝર્સ હવે હિન્દીમાં પોસ્ટ કરી શકશે
- જાણો કેવી રીતે કરશો હિન્દીમાં પોસ્ટ


ફેસબુક પર તમે સરળતાથી હિન્દીમાં પોસ્ટ અને કમેન્ટ કરી શકો છો. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકએ પોતાના એન્ડ્રોઇડ એપનુ નવુ લાઇટવેટ હિન્દી એડિટર વર્ઝન જાહેર કર્યુ છે. આ વર્ઝન વપરાશકર્તાને હિન્દીમાં પોસ્ટ અને કમેન્ટ કરવામાં મદદ કરશે.

ફેસબુક પર આવી રીતે કરો હિન્દીમાં પોસ્ટ
Facebook પર Hindi માં પોસ્ટ કરવા માટે સૌથી પહેલા આ ફીચરને ઓન કરવુ પડશે. આ ફીચરને એપની સેટિંગ્સમાં જઇને ઓન કર્યા પછી તમને અપડેટ અને કમેન્ટ ટાઇપ કરતા સમયે રોમન કેરેક્ટરને હિન્દી સ્ક્રિપ્ટમાં બદલવાનો વિકલ્પ મળી ગયો છે. આ ફીચર તમારા દ્વારા રોમનમાં લખવામાં આવેલા કેરેક્ટરને દેવનાગરી સ્ક્રિપ્ટમાં ટ્રન્સલેટ કરશે. ઉદાહરણ તરીકે 'ab hindi mai' આ ફીચરના ઉપયોગ પછી હવે હિન્દી કેરેક્ટર બની જશે.

ફેસબુકના આ વર્ઝનમાં મળી સુવિધા
ફેસબુકના એન્ડ્રોઇડ V73 વર્ઝનને આ નવા ફીચર સાથે રિલીઝ કરવામાં આવ્યુ છે. આ સર્વિસ લેવા માટે તમારે તમારા ફેસબુક એપને અપડેટ કરવી પડશે. ત્યારબાદ આ એપની અંદર જ એક ઑનસ્ક્રીન કીબોર્ડ હાજર થશે. જો તમે આના ટ્રેન્સલીટરેશન પછી મળતા હિન્દી કન્ટેન્ટથી સંતોષ નથી તો તમે ડાબી બાજુ દેખાતા કીબોર્ડ આઇકોન પર ટેપ કરીને નવા હિન્દી શબ્દો જોડી શકો છો અથવા તો જમણી બાજુ દેખાતા ત્રણ ડોટ પર ટેપ કરો અને શબ્દોના વિકલ્પ પણ મેળવી શકો છો.
by http://gujaratsamachar.com
 
Top