0
ચાઇનીઝ સ્માર્ટફોન બનાવતી કંપની Xiaomi એ આજે ભારતમાં પોતાનો પ્રીમિયમ ફ્લૈગશિપ Mi5 લોન્ચ કર્યો છે. આ ફોનનું 32 જીબીવાળું મોડલ જ બજારમાં ઉપલબ્ધ રહશે. આ ફોનના ફ્રન્ટ અને બેકમાં ગ્લાસ ડિઝાઇન અને મેટલ ફ્રેમ આપવામાં આવી છે. આ ફોનના 32 જીબી વાળા મોડલની કિંમત 24,999 રૂપિયા રાખવામાં આવી છે.

આ કંપનીનો પહેલો ક્વાલકોમ સ્નૈપડ્રેગન 820 સૌથી લેટેસ્ટ ચિપસેટ ધરાવતો સ્માર્ટફોન હશે. આ ફોન 6 એપ્રિલથી કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. થોડા સમય પછી અન્ય ઓનલાઇન વેબસાઇટ્સ પર પણ આ ફોન ઉપલબ્ધ થશે.

Mi 5 ના ફિચર્સની વાત કરવામાં આવેતો તેમાં 5.15 ઇંચની ફુલ એચડી સ્ક્રિન આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 1080x1920 પિક્સલ છે. જેની ડેન્સિટી 428ppi એટલેકે પિક્સલ પર ઇંચ છે. પ્રોસેસરની વાત કરવામાં આવે તો સ્નૈપડ્રેગન 820 આપવામાં આવ્યું છે. ફોનમાં 16 મેગાપિક્સલ સોની કેમેરા આપવામાં આવશે.

આટલુંજ નહી રિયર કેમેરા ચારેય દિશાઓવાળા OISથી ઓછું હશે. આ ફોનમાં 4 અલ્ટ્રામેગાપિક્સલવાળા ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનમાં 4k વીડિયો રેકોર્ડ કરી શકાશે.

ફોનની બેટરી 3000mah છે mi4iની બેટરી 3120 mah છે.  ફોન 4જી નો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. કનેક્ટિવીટીની વાત કરીએ તો આમાં ક્વિક ચાર્જિંગ,યુએસબી ટાઈપ સી પોર્ટ,વાઈફાઈ,4G,બ્લૂટૂથ અને NFC જેવા ઓપશન છે.

ફોન કેમ છે ખાસ
સ્નૈપડ્રેગન 820 ક્વોલકોમની સૌથી  લેટેસ્ટ ચીપ છે.  અને બેટરી બેકઅપ પણ વધારે સારો છે.

Post a Comment Blogger

 
Top