લેનોવો સ્માર્ટફોનના શોખીન માટે એક શાનદાર ઓફર લઈને આવ્યું છે. આ ઓફરમાં લિનોવો કે3 નોટ 1999 રૂપિયામાં આપી રહી છે. જ્યારે તેની મૂળ કિંમત રૂ.9,999 છે. આ ફોન જૂન, 2015માં લોન્ચ કરાયો હતો. આ એક મલ્ટીફીચર ફોન છે.

કંપની દ્વારા ઓફરની જાહેરાત
કંપની દ્વારા lenevo k3 Note સ્માર્ટફોન પર એક્સચેન્જ ઑફર આપી રહ્યું છે. તેમાં જૂના સ્માર્ટફોન આપીને રૂ.9999ની કિંમતવાળા ફોન માત્ર રૂ.1,999મા ખરીદી શકાય છે. તમને જણાવી દઈએ કે આ ફોન લેનોવોએ ફ્લિપકાર્ટની પાર્ટનરશીરની સાથે લોન્ચ કર્યો હતો અને આ ફોનનો સક્સેસર k4 નોટ રૂ.1,999મા લોન્ચ થઈ ચૂકયો છે. આ ઑફર માત્ર ફ્લિપકાર્ટ પર જ ઉપલબ્ધ છે.

એક્સચેન્જ સેટ્સમાં ઓફરની જાહેરાત સાથે કેટલીક શરતો
ફ્લિપકાર્ટની આ ઓફર એક્સચેન્જ સેટ્સ પર છે. આ ઓફરની અંતર્ગત રૂ.8000 સુધીના એક્સચેન્જ ડિસ્કાઉન્ટ કોઈપણ હેન્ડસેટ પર લઈ શકાય છે. ફ્લિપકાર્ટની ટર્મ્સ એન્ડ કંડીશનના મતે એક્સચેન્જ કરનાર કોઈપણ ફોન ચાલુ કંડીશનમાં હોવો જોઈ. ફોન એક્સચેન્જ કરતાં સમયે એસેસરીઝ પણ સાથે હોવી જોઈએ. ફ્લિપકાર્ટ એક્સચેન્જમાં આપનાર મોબાઈલની માર્કેટવેલ્યુ નક્કી કરીને ફોન કેટલમાં એક્સચેન્જ કરી શકાય છે તે કહેશે.

ફોનના ફીચર્સ
  • ફોનમાં 5.5 ઈંચનું ફુલ HD IPS ડિસ્પલે છે. તેનું રિઝોલ્યુશન 1080X1920 પિક્સલ છે. તેના પર ટેક્સટ અને ગ્રાફિક્સ સારા દેખાય છે. તેનો ટચ ઘણો સારો છે. સનલાઈટમાં યુઝ કરવા પર સારું રિઝલ્ટ આપે છે.
  • આ હેન્ડસેટમાં 1.7GHz, 64 Bitના મીડિયાટેક ઑક્ટા કોર પ્રોસેસર આપ્યું છે. આ પ્રોસેસર સારો યુઝર એક્સપિરિયન્સ આપે છે. એક સાથે કેટલીય એપ્સ ચાલવા પર પણ ફોન સ્લો પડતો નથી. GPS યુઝ દરમ્યાન તે ગરમ પણ થતો નથી.
  • ફોનમાં 3000mAhની રિમુવેબલ બેટરી છે.
  • ફોનમાં 13MPનો રિયર (ઑટો ફોકસ અને LED ફ્લેશની સાથે) અને 5MPનો ફ્રન્ટ કેમેરા આપ્યો છે. ફ્રન્ટ કેમેરાથી સારી સેલ્ફી લઈ શકાય છે. કેમેરામાં કેટલાંય ફિલ્ટર પણ આપેલા છે. તેમાં Panaroma અને HDR જેવા ફીચર્સ પણ છે.
  • ફોનમાં 2GB રેમ આપવામાં આવી છે. તેની ઇન્ટરનલ મેમોરી 16GB છે. તેને માઈક્રો એસડી કાર્ડથી 32GB સુધી વધારી શકાય છે.
  •  ફોન એન્ડ્રોયડ 5.0 લોલીપોપ પર કામ કરે છે. સાથો સાથ તેમાં Vive 2.0ની સાથે કેટલાંય ફીચર્સ કસ્ટમાઈઝ કર્યા છે. તેમાં થીમ સેન્ટર એપમાં 6 થીમ અને 12 વોલપેપર્સ છે. સાથો સાથ યુઝર્સ 7 લૉકસ્ક્રીન પસંદ કરી શકે છે.  
Buy Now 
 
Top