સૌથી સસ્તા સ્માર્ટફોન Freedom 251 ની સેલ શરૂ થવા જઈ રહી છે.  આ મોબાઈલ તમને માત્ર 251 રૂપિયામાં મળી રહેશે. Ringing Bells કંપનીએ દાવો કર્યો છે કે, તે Freedom 251 ની ડિલીવરી 28 જૂનથી શરૂ કરશે. તમને બતાવી દઈએ કે આ ફોનની કેશ ઓન ડિલેવરી કરવામાં આવશે. કંપનીના નિર્દેશક મોહિત ગોયલે જણાવ્યું કે, જે લોકોએ Freedom 251 માટે કેશ ઓન ડિલેવરી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેમને 28 જૂનથી ફોનની ડિલેવરી શરૂ કરી દેવામાં આવશે. આ ફોનને તમે ઓનલાઈન જ બુક કરાવી શકો છો.

સૌથી સસ્તા સ્માર્ટફોનની ખાસિયત

1. 4 ઈંચની ક્યુએચડી આઈપીએસ ડિસ્પલે સાથે આ ફોન ડ્યૂઅલ સિમ સ્પોર્ટ કરે છે.
2. એન્ડ્રોયડ 5.1 લોલીપોપ વર્ઝન સાથે આ સ્માર્ટફોન 3જી નેટવર્ક ઉપર કામ કરશે.
3. Freedom 251 2511.3 ગીગા હર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર ઉપર કામ કરશે.
4. Freedom 251 માં 1 જીબી રેમ અને 8 જીબી ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. જેને એસડી કાર્ડ દ્વારા 32 જીબી સુધી વધારી શકાશે.
6. આ ફોનમાં 3.2 એમપીનો રિયર કેમેરો અને 0.3નો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.
7. 1450 એમએએચની બેટરી અને એક વર્ષની ગેરંટી કંપની દ્વારા આપવામાં આવી છે.
by http://sandesh.com/article.aspx?newsid=3339667
 
Top