ચીનની મોબાઈલ કંપની LeEcoએ ભારતમાં બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. Le2 અને Le Max2 નામથી લોન્ચ થયેલા આ બે મોબાઈલ દિલ્લીમાં થયેલી '2Future' ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા હતા.

ભારતનો પ્રથમ 6GB રેમ ધરાવતો સ્માર્ટફોન
Le Max2 માં સૌથી ખાસ વાત એ છે કે આ ફોનમાં 6GB રેમ આપવામાં આવેલી છે. તેની સાથે 64GB ઈન્ટરનલ મેમરી પણ છે. તે સાથે જ આ ફોન ભારતનો સૌ પ્રથમ 6GB રેમ વાળો સ્માર્ટફોન બની ગયો છે. આ ફોનના બીજા વેરિયન્ટમાં 4GB રેમ અને 32GB સ્ટોરેઝ મેમરી છે.

કિંમત
Le Max2ની કિંમત 22,999રૂ. (4GB વેરિયન્ટ) અને 29,999 રૂપિયા (6GB વેરિયન્ટ) છે. ઉપરાંત Le2કિંમત 11,999 રૂપિયા છે. બંને સ્માર્ટફોન સાથે LeEco તરફથી 4900 રૂપિયાની કિંમતની 1 વર્ષની મેમ્બરશીપ મળશે. તેમાં Le Vidi, Le Live, Le Music અને LeEco Drive જેવા ફીચર્સ મળશે.

માત્ર 1રૂ. માં ખરીદવાની મળશે તક
કંપનીએ એક નવું કેમ્પેઈન લોન્ચ કર્યુ છે જેમાં 200 Le2 સ્માર્ટફોન ટેસ્ટિંગ માટે આપવામાં આવશે. આ માટે યુઝર્સે ફેસબુક અને LeMall.com પર રજિસ્ટ્રેસન કરવું પડશે.
 
Top