જો તમારો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન ખોવાઈ ગયો છે કે ચોરાઈ ગયો છે તો હવે ચિંતા કરવાની જરૂરત નથી. ગૂગલે ખોવાયેલ મોબાઈલને શોધવાની નવી એક એપ્સ શરૂ કરી છે. આ એપ્લિકેશનની મદદ દ્વારા તમે તમારા મોબાઈલની લોકેશન વિશે જાણકારી મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે, એપ્પલ અને વિન્ડો ફોનમાં આ રીતની સુવિધા પહેલા થી જ આપેલી છે.

આવતા મહિને આવશે આ એપ્લિકેશન માર્કેટમાં

સુત્રોના જણાવ્યા અનુસાર ટ્રસ્ટેડ રિવ્યૂ વેબસાઇટના અહેવાલ અનુસાર, ગૂગલનું આ નવું એન્ડ્રોયડ ડિવાઈસ મેનેજર આવતા મહિને બજારમાં આવશે. આ એપ્સથી તમે તમારા મોબાઈલને સરળતાથી શોધી શકો છો. જો કે આ સેવા બધા જ એન્ડ્રોયડ મોબાઈલ ઉપર મેળવી શકાશે નહી.

મીડીયા રિપોર્ટ અનુસાર ગૂગલનું આ નવું ટૂલ ખૂબ જ સરળ રીતે કામ કરશે. ફોન ખોવાયા બાદ યૂઝરે ગૂગલ ઉપર I Lost My Phone લખવાનું રહેશે. ત્યાર બાદ તમારી સર્ચ ક્વેરી એક સ્પેશ્યલ પેજ ઉપર પહોંચી જશે. જ્યાં તમને એવા તમામ મોબાઈલની માહિતી મળી જશે જે ગૂગલના ડેટામાં છે. અહી યૂજર્સે એવા ડિવાઈસ ઉપર ક્લિક કરવાનુ રહેશે જે તેમને લાગે છે કે તેમનું છે.

તમારા ખોવાયેલા ડિવાઈસ પર ક્લિક કર્યા બાદ તમને વિકલ્પ આપવામાં આવશે.  તેમાં ફોનની જાણકારી મેળવવા ઉપરાંત રિમોટ દ્વારા ફોનને લોક કરવાનો પણ વિકલ્પ આપવામાં આવશે. તે ઉપરાંત તમે ગૂગલના પેજ ઉપર રહીને તમારા ફોનમાં રહેલ ડેટાને મેનેજ કરી શકો છો. 20 મીટરની મર્યાદામાં લાઈવ મેપ ખોવાયેલ ફોનની લોકેશનની જાણકારી મળશે. જો તમે તમારા ઘરમાં જ ફોનને ક્યાંય મૂકીને ભૂલી ગયો છો તો ગૂગલે આ ટૂલમાં એવા કમાન્ડ આપ્યા છે. જેની મદદથી ફોનની રિંગની વોલ્યુમમાં વધારો ઘટાડો કરી શકાય છે.

ઉલ્લેખનિય છે કે, ગૂગલના આ નવા ટૂલથી ફોનની ચોરીમાં ઘટાડો થશે અને લોકોના ખોવાયેલા ફોન પાછા મળી શકશે.
by http://sandesh.com/article.aspx?newsid=3339004
 
Top