સરકારી ટેલિકોમ કંપની BSNLએ હાલમાં જ 1199 રૂપિયામાં એક પ્લાન શરૂ કર્યો છે. આ પ્લાન હેઠળ ગ્રાહકોને અનલિમિટેડ ડેટા અને અનલિમિટેડ ફ્રિ કોલિંગની સુવિધા આપી આવી રહી છે. બીએસએનએલ તરફથી આ પ્લાન રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે શરૂ કર્યો છે.

લેન્ડલાઈન માટે છે આ ઓફર
તમને જણાવી દઈએ કે, બીએસએનએલ તરફથી શરૂ કરેલ આ પ્લાન માત્ર લેન્ડલાઈન યૂઝર્સ માટે જ છે. આ ઓફર કંપની તરફથી પોતાના ગ્રાહકોને જકડી રાખવા માટે શરૂ કરવામાં આવ્યો છે. રિલાયન્સની ફ્રિ સેવાના કારણે ગ્રાહકો બીએસએનએલને છોડીને ના ચાલ્યા જાય તે માટે આ પ્લાન શરૂ કરવામાં આવ્યો છે.
આ છે બીએસએનએલની 1199ની ઓફર
બીએસએનએલ 1199 રૂપિયાની ઓફરમાં 30 દિવસ સુધી અનલિમિટેડ ઈન્ટરનેટ આપવામાં આવી રહ્યો છે. આ ઓફળ હેઠળ આપવામાં આવતો ઈન્ટરનેટની સ્પીડ 2 એમબીપીએસ છે. તે ઉપરાંત દેશભરમાં ફ્રિ કોલિંગની પણ સુવિધા આપવામાં આવે છે. જેના કારણે લોકો આ ઓફર તરફ ખેંચાઈ રહ્યાં છે. પરંતુ આ ઓફર માત્ર લેન્ડલાઈન યૂઝર્સ માટે હોવાથી ગ્રાહકો ઉદાસ થઈ રહ્યાં છે.
by http://sandesh.com/
 
Top